સાળંગપુરધામ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે "સ્વચ્છતા હી સેવા-૨૦૨૫" અંતર્ગત "સ્વચ્છોત્સવ";ની ઉજવણીના ભાગરૂપે આજે સ્વચ્છતા અભિયાનની વિશેષ ઉજવણી

ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની લઈને ભારતમાં કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી વિવિધ સદકાર્યોનું આયોજન કરાયું છે. ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન આવે, દરેક વ્યક્તિ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રેરિત અને જાગૃત થાય માટે શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી એવમ્ કોઠારીસ્વામી શ્રી વિવેકસાગરદાસજીના માર્ગદર્શનથી "સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫" અંતર્ગત તા.૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર- ૨૦૨૫ દરમિયાન “સ્વચ્છોત્સવ” ઉજવણીના ભાગરૂપે આજે વિશ્વવિખ્યાત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં બસ સ્ટેન્ડ, શાળા અને બજારની વિગેરે વિસ્તારની ગામના તલાટી મંત્રીશ્રી,સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ, તાલુકા પંચાયત કચેરી - બરવાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી - બોટાદ -મંદિરનો ક્લીનીંગ સ્ટાફ સાથે રહી સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્લાસ્ટિક કચરો, સૂકા પાંદડા, અને અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.