જૂનાગઢ જિલ્લા-પંચાયત આયુર્વેદ શાખા દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
“સ્વદેશી” વસ્તુઓની સાથે આપણું “સ્વદેશી” શાસ્ત્ર આયુર્વેદ ને પણ વધુમાં વધુ પ્રયોગમાં લાવીએ.– ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા
જૂનાગઢ,તા.૨૩
નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લાઆયુર્વેદઅધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટની થીમ સાથે તા૨૩સપ્ટેમ્બરનારોજજનરલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતેકરવામાંઆવી હતી.
આ કાર્યક્રમમાંની શરૂઆત આયુર્વેદ પ્રવર્તક ભગવાન ધન્વન્તરિના પૂજનથી કરવામાં આવી હતી. જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જૂનાગઢ અને જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મંચ કાર્યક્રમનું આયોજન સેમીનાર હોલ ખાતે કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ અંતર્ગત મહેમાનોના સ્વાગત અને સન્માન માટે “આયુષ કીટ” આપવામાં આવી હતી.જેમાં સરળ અને અસરકારક આયુર્વેદિય પદ્ધતિઓને અપનાવવા અને પ્રોત્સાહિત કરવા દિનચર્યામાં ઉપયોગી એવી આયુષ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના મુખ્ય અતિથી શ્રી સંજયભાઇ કોરડીયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે આયુર્વેદ એ પ્રાચીન વારસો છે, “સ્વદેશી” વસ્તુઓની સાથે આપણું “સ્વદેશી” શાસ્ત્ર આયુર્વેદ ને પણ વધુમાં વધુ પ્રયોગમાં લાવીએ. હવે યુગને અનુરૂપ વિશ્વફલક પર આયુર્વેદ ને લઇ જવા માટેના પ્રયત્નો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. તેમણે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ અને જનરલ હોસ્પિટલ, જૂનાગઢની સમગ્ર ટીમને સુંદર કાર્યક્રમના આયોજન બદલ અભિનંદન પાઠવી બિરદાવેલ, તથા લોકોના સુસ્વાસ્થ્ય માટે સતત કામ કરતા રહેવા અપીલ પણ કરી હતી.

હાલમાં ચાલતા પોષણ માહ અભિયાન આયુષના યોગદાન માટે આયુર્વેદ શાખા, જૂનાગઢ દ્વારા બાળકોને શિક્ષણ સાથે આરોગ્ય અને આયુર્વેદની સમજ મળે તે હેતુસર “આયુર્વેદ ની એબીસીડી” “આયુર્વેદ નો ક્ક્કો” અને “૩૦ સુટેવો” વિષયક બેનર પોસ્ટરનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતુ.
મહિલાઓના આરોગ્ય વિષયક જાગૃતિ બાબતે સરકારશ્રી દ્વારા “સ્વસ્થ નારી, સશકત પરિવાર” અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. આ અભિયાનમાં આયુર્વેદના યોગદાન સ્વરૂપે “સખી – સ્ત્રી આરોગ્ય અંગે આયુર્વેદીય માર્ગદર્શિકા” નામની ઇ-પુસ્તિકા નું વિમોચન કરવામાં આવી હતી. મહિલાઓના જીવનના વિવિધ તબક્કાઓમાં થતા ફેરફારો અને આરોગ્યને લગતી તકલીફોમાં પૂરતી સમજ મળી રહે, મહિલાઓનું આરોગ્ય વધુ તંદુરસ્ત બને તે હેતુસર માસિક ધર્મની શરૂઆત થી લઇને મેનોપોઝ સુધી તથા ગર્ભીણીની પરિચર્યા જેવા વિવિધ વિષયો ને લોકભોગ્ય ભાષામાં આ પુસ્તિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.
હાલમાં જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે રૂમ નં. ૧૦૬ ખાતે આયુષ ઓપીડી કાર્યરત છે, જેનો ખૂબ મોટા પ્રમાણમાં લોકો લાભ લઇ રહ્યા છે. આયુર્વેદ – હોમીયોપથી – યોગ ની સાથે સાથે આયુર્વેદ ની પંચકર્મની સેવાઓ હાલમાં પણ લોકોને મળી રહી છે. આ સગવડ સુવિધાઓ વધારવા માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ અને જનરલ હોસ્પિટલ, જૂનાગઢ ના સહિયારા પ્રયાસોના પરિણામે સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વાર જનરલ હોસ્પિટલ ખાતે “આયુષ વીંગ” બનાવવા માટેની મંજૂરી જૂનાગઢ શહેરની જનરલ હોસ્પિટલ ને મળી છે. આ “આયુષ વીંગ” માટે જરૂરી આર્થિક સહાય ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા નેશનલ આયુષ મીશન મારફતે આપવામાં આવશે. આ “આયુષ વીંગ” નો લોકાર્પણનો કાર્યક્રમ પણ આજે યોજાયો હતો. આયુષ વીંગ બનવાથી જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતેની આયુષ સેવાઓ હજુ વધુ ગુણવત્તાસભર અને સુદૃઢ બનશે.

આ કાર્યક્રમની સાથોસાથ આયુર્વેદ ના વિવિધ વિષયો પરની પ્રદર્શનીઅને “મહિલા પ્રકૃત્તિ પરિક્ષણ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યુ હતુ. અંદાજે ૬૦૦ થી વધુ લોકોએ પ્રદર્શનીનો લાભ લીધો હતો. તથા ૭૨ બહેનોના પ્રકૃત્તિ પરિક્ષણ કરીને તેમના સ્વાસ્થ્ય અંગે સમજ આપવામાં આવી હતી. આયુર્વેદ શાખાદ્વારા કાર્યક્રમમાં હાજર લોકોને શરદઋતુને અનુરૂપ પિત્તશામક ધાન્યક-શ્રેયાપાનકનું પાન કરાવવામાં આવેલ, જેનો પણ ૩૦૦ કરતા વધુ લોકોએ લાભ લીધો હતો.
આ તકે મહાનગરપાલિકા જૂનાગઢનાસ્ટેન્ડિંગકમિટીના ચેરમેન શ્રીમતીપલ્લવીબેનઠાકર, અધિક નિવાસી કલેક્ટર શ્રીભાવનાબેનબારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.પાનેરા, જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ જૂનાગઢના સુપ્રીટેન્ડન્ટ ડૉ.કૃતાર્થબ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજના એડીશનલ ડીન ડૉ.દિનેશપરમાર, સિવિલસર્જન ડૉ.પાલાલાખનોત્રા, જિલ્લાક્ષય અધિકારી ડૉ .ચંદ્રેશવ્યાસતથા જિલ્લા આયુર્વેદ અધિકારી, જૂનાગઢ ડૉ.છાંયાબેન ડેર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જી.એમ.ઇ.આર.એસ. મેડિકલકોલેજ અને હોસ્પિટલના પ્રાધ્યાપકો, તબીબો, આયુર્વેદ શાખાના આયુર્વેદ અને હોમીયોપથી મેડિકલ ઓફિસરશ્રીઓ, નર્સીંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાહતા.


