કેનેડાએ ભારતને હાઈ-એલર્ટ લીસ્ટમાં મુકતા વિવાદ

કેનેડાએ ભારતને હાઈ-એલર્ટ લીસ્ટમાં મુકતા વિવાદ

(એજન્સી)            ટોરન્ટો તા.૧૭
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલી તંગદિલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. કેનેડાના અગ્રણી નેતા માર્ક કાર્નીની ભારત મુલાકાત પ્રસ્તાવિત છે, તે પહેલાં જ કેનેડા સરકારે ભારત અંગે નવી એડવાઈઝરી જારી કરતા વિવાદ વકર્યો છે.
બંને દેશો વચ્ચેના જૂના તણાવને ઘટાડવા માટે પડદા પાછળ રાજદ્વારી પ્રયાસો ચાલી રહ્યા હતા, પરંતુ કેનેડિયન સરકારના તાજેતરના પગલાથી સ્થિતિ ફરી વણસી છે. કેનેડાએ પોતાના નાગરિકો માટે એક નવી આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે, જેમાં ભારતને ‘ઉચ્ચ સ્તરીય એલર્ટ લિસ્ટ‘માં મૂકવામાં આવ્યું છે.
આ ર્નિણયને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ આવવાની સંભાવના છે. એક તરફ વડાપ્રધાન માર્ક કાર્ની ભારતની મુલાકાત લઈને સંબંધો સુધારવાની દિશામાં આગળ વધવા 
માંગતા હતા, ત્યાં બીજી તરફ તેમની સરકાર દ્વારા લેવાયેલા આ ર્નિણયે મુત્સદ્દીગીરીના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે. આ એડવાઈઝરીમાં કેનેડિયન નાગરિકોને ભારતમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.