લાયન્સ ક્લબ અમદાવાદ સીટી અને ગાંધી વિધ્યાલય અસારવા દ્વારા રકતદાન શિબીરનું આયોજન

લાયન્સ ક્લબ અમદાવાદ સીટી અને ગાંધી વિધ્યાલય અસારવા દ્વારા રકતદાન શિબીરનું આયોજન

તા.16

 ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલ 17મી સપ્ટેમ્બરના રોજ 75મો જન્મદિવસ છે. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરકારી કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત ગુજરાતમાં 378 સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કર્યુ છે. જેમાં  5 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાના  લક્ષ્યાંક સાથે લખો લોકોએ રક્તદાન કરવા પોતાના નામ નોંધાવ્યા છે. જે   વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ બની વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે.

નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત લાયન્સ ક્લબ અમદાવાદ સીટી અને ગાંધી વિધ્યાલય અસારવા દ્વારા રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો રકતદાન કરવા ઉમટી પડ્યા હતા. રકતદાન કરનાર રક્તદાતાઓને લાયન્સ ક્લબ અમદાવાદ સીટી દ્વારા પ્રમાણ પત્ર એનાયત કરાયા હતા

આ શિબિર ગાંધી વિધ્યાલય અસારવા ખાતે યોજવામાં આવી હતી. જેમાં લાયન્સ ક્લબ અમદાવાદ સીટીના પ્રસિડેન્ટ ડો. બીના પટેલ અને પ્રોગ્રામ કો ઓર્ડીનેટર મુકેશભાઈ પટેલ, મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી દર્શનાબેન વાઘેલા ધારાસભ્ય, અસારવા,  તથા DC બ્લડ ડોનેશન લાયન શિરીષચંદ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત અતિથિ વિશેષ મેનેજિંગ ટ્રસ્ટી,  શ્રીમતી કમળાબેન પટેલ,  ડૉ.વિપુલ પટેલ , આચાર્ય ગાંધી વિદ્યાલય અસારવા,  દ્વારા યોજાયેલ સમગ્ર સીબીરમાં વ્યવસ્થાપણમાં પોતાનો ફાળો આપ્યો હતો. આ સીબીરમાં લયન્સ અમદાવાદ સિટીના પાસ્ટ પ્રેસિડેન્ટ કનુભાઈ પટેલ, અસારવા વોર્ડના પ્રમુખ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .